નારોલમાં ઓન ડ્યૂટી દારૂના નશામાં PSI ઝડપાયા, સ્થાનિકોની ફરિયાદ બાદ રાતોરાત ધરપકડ

કાયદાનું પાલન કરાવનારી પોલીસ જ જ્યારે જાહેરમાં કાયદાના લીરા ઉડાડે તે અત્યંત શરમજનક ઘટના છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં શહેર ટ્રાફિક વિભાગના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રવિવારે (2 નવેમ્બર) રાત્રે નારોલ સર્કલ નજીક પીધેલી હાલતમાં ફરજ પર ઝડપી લેવાયા હતા. હાલ, જયેન્દ્ર વીરપુરા નામના આ PSIની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI જયેન્દ્ર વીરપુરા રવિવારે (2 નવેમ્બર) મોડી રાત્રે પીધેલી હાલતમાં ફરજ પરથી ઝડપાયા હતા. તેઓ નારોલ સર્કલ પર ફરજ પર હતા. આ દરમિયાન એક સ્થાનિક રહેવાસીએ નોંધ્યું કે, તે ખૂબ જ નશામાં હોય અને અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. PSI નશાની હાલતમાં હોવાની શંકા જતા સ્થાનિકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમને આ વિશે માહિતી મળતાની સાથે જ PCR વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. સ્થળ પર પહોંચેલી ટીમે પ્રાથમિક પૂછપરછ બાદ પુષ્ટિ કરી કે, ફરજ પર હોવા છતાં PSI જયેન્દ્ર વીરપુરા નશાની હાલતમાં ઝડપાયા છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *