તાંત્રિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, સોલા પોલીસમાં ગુનો નોંધાયો

અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી તેના માતા-પિતા તેને તાંત્રિક વિધિ કરાવવા માટે ભુવા ચંદ્રેશ પંચાલ પાસે લઈ ગયા હતા. આ દરમિયાન પરિવારજનોને બહાર મોકલી સગીરાને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ પરિવારજનોને થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

  • Related Posts

    ખંભાતમાં તડીપાર આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત; 23ની ધરપકડ

    ખંભાત: ખંભાતના પાદરીયા વિસ્તારમાં તડીપાર આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને નવ જિલ્લાઓમાંથી તડીપાર કરાયેલો આરોપી અક્ષય…

    મહેમદાવાદના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

    મહેમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *