પેટલાદમાં વરસાદી હોનારતના અસરગ્રસ્તોને રૂ. 3.10 લાખની મકાન સહાયના ચેક અર્પણ

પેટલાદ : પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે અનેક પરિવારોના મકાનોને નુકસાન પહોંચ્યું હતું. વરસાદી હોનારતથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમને મકાન સહાયના ચેક અર્પણ કર્યા હતા.

પેટલાદના વિવિધ વિસ્તારોના કુલ ચાર અરજદારોને નિયમોનુસાર કુલ રૂ. 3.10 લાખની સહાયના ચેક સોંપવામાં આવ્યા હતા. જેમાં નારીયાપાડા વિસ્તારના કિરીટભાઈ નવનીતલાલ શાહને રૂ. 65,000, જવાહર શેરીના ભગવાનદાસ સાંકળચંદ કંસારાને રૂ. 65,000, દેવકુવા ભાગોળ વિસ્તારના પૂજાભાઈ બાપુભાઈ તળપદા અને જયંતીભાઈ ડાહ્યાભાઈ તળપદાને સંયુક્ત રીતે રૂ. 90,000, તેમજ કલાલ પીપળ-કુંભારવાડા વિસ્તારના મોતીભાઈ રામભાઈના વારસદાર અશોકભાઈ જેઠાભાઈ જાદવને રૂ. 90,000ની મકાન સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે તા. 31 જુલાઈ 2026 અને 2 ઓગસ્ટ 2026ના રોજ પડેલા અતિભારે વરસાદના કારણે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. વહીવટી તંત્ર દ્વારા નુકસાનની તાત્કાલિક નોંધ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટૂંકા સમયગાળામાં જ પાત્ર અસરગ્રસ્તોને સહાયના ચેક આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલ દેસાઈ, મામલતદારશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નગરપાલિકાના સભ્યો સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સરકારની તાત્કાલિક કાર્યવાહીથી વરસાદી હોનારતમાં નુકસાન ભોગવનારા પરિવારોને આર્થિક રાહત મળી છે.

  • Related Posts

    ખેડા જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, કલેક્ટરની કડક સૂચના

    નડિયાદ:ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં ઓગસ્ટ-2026 દરમિયાન માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી અકસ્માતો અટકાવવા…

    તાંત્રિક વિધિના બહાને સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ, સોલા પોલીસમાં ગુનો નોંધાયો

    અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ફરિયાદ મુજબ, સગીરા વારંવાર બીમાર પડતી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *