ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલહોત્રા બાદ હવે ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો. ગુજરાત ATS આ દેશદ્રોહી ગોહિલને વધુ પૂછપરછ માટે કચ્છથી અમદાવાદ લવાયો છે.

કેવી રીતે પકડાયો આરોપી

પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો.

ગુજરાત એટીએસે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.

સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા.

ગુજરાત એટીએસે વધુમા જણાવ્યું હતું ક સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ, તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

જાસૂસને 40 હજાર રૂપિયા રોકડ આપ્યા હતા.

સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છેકે ઓપરેશન સિંદૂર પહેલા, 1 મે ના રોજ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ટીમે ગુજરાત સરહદી વિસ્તારમાં કચ્છ માતા મંદિરમાંથી ગોહિલને શંકાસ્પદ સ્થિતિમાં મોબાઇલ ફોન સાથે ધરપકડ કરી હતી. તે સમયે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ જાણવા મળ્યું કે આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *