પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો, આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે સાજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કરવાના છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન અમુક રસ્તો બંધ રહેવાના છે અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો તમે એરપોર્ટ બાજુ કે ગાંધીનગર થી આવવા જવાના હોય તો અમુક રસ્તા પર જવાનું ટાળવું પડશે. જાણો પીએમ મોદીના રોડ શો દરમિયાન ક્યા ક્યા રસ્તાઓ બંધ રહેશે અને ક્યો વૈકલ્પિક માર્ગ અપનાવો.

પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો

પીએમ મોદીનો અમદાવાદમાં સાંજે 6 થી 9 દરમિયાન એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો યોજવાનો છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો, સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેવાના છે. પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદમાં રોડ શો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે શનિવારે માર્ગ બંધ, વૈકલ્પિક માર્ગો અને જાહેર સૂચનાઓની રૂપરેખા આપતી સલાહ જારી કરી હતી. આ પ્રતિબંધો 26 મેના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અમલમાં રહેશે. જે આ મુજબ છે.

• ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર સાંજે 4 વાગે પછી માત્ર રોડ શો અને એરપોર્ટ પ્રવાસીઓના વાહનને જ પ્રવેશ મળશે.

• ઇન્દિરા બ્રિજ થી એરપોર્ટ જતા વાહનોને હાંસોલ સર્કલથી સરદારનગર રસ્તેથી Pristin હોટેલ થઇ એરપોર્ટ જવાનું રહેશે.

• રોડ શો જોવા આવનાર લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે 5 વાગે પહેલા પહોંચી જવું.

• સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ બપોરે 1 વાગે પછી નો પાર્કિંગ ઝોન રહેશે.

• હાંસોલ, કોતરપુર, નોબલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક લોકોને બપોર બાદ જરૂરી કામકાજ વગર ઘરેથી વાહન લઇ એરપોર્ટ તરફ આવવાનું ટાળવું અથવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો.

• કોઇ પણ પ્રકારની ઇમરજન્સી માટે તાત્કાલિક હેલ્પલાઇ નંબર 1095 પર કોલ કરવો.

વિમાન મુસાફરો માટે એડવાઇઝરી

પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો લઇને વિમાન મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે.જેમની સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન ફ્લાઇટ હોય તેઓ ઘરેથી બે કલાક વહેલા નીકળેએરપોર્ટ આવવા દરમિયાન ફ્લાઇટ ટિકિટ પાસે રાખવીએરપોર્ટ આવવાના રસ્તા પર પોલીસ સ્ટાફ ફ્લાઇટ ટિકિટ માંગે ત્યારે રજૂ કરવી, જેથી કોઇ અવગડ ન પડેઅમદાવાદ ગાંધીનગર અવરજવર માટે વૈકલ્પિક રૂટઅમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રોજિંદા મુસાફરોને રસ્તો બંધ થવાને કારણે વિલંબ થવાની સંભાવના છે. ભીડ ટાળવા માટે, અધિકારીઓએ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા છે. મુસાફરો સુભાષ બ્રિજ થઈને વિસત પેટ્રોલ પંપ રોડ થઇ અને તપોવન સર્કલ તરફ જઇ વધી શકે છે. ડફનાલા થી આવનાર લોકો માટે બીજો સૂચવેલ માર્ગ રામેશ્વર જવાનો છે, ત્યારબાદ નરોડા પાટિયા અને નાના ચિલોડા થઈને ગાંધીનગર થઇ શકાશે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *