ગાંધીનગરમાં રહસ્યમય સંજોગોમાં મહિલા પોલીસની નગ્ન હાલતમાં લાશ મળી આવી

ગાંધીનગરમાં સેક્ટર 24માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 24 માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો, અને લાશ અંદર હતી. ગાંધીનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલા પોલીસમાં ફરજ બજાવે છે. તે અમદાવાદ પોલીસ શાહીબાગ પોલીસ મથકમાં કાર્યરત છે.

ગાંધીનગર પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃત્યુ પાછળના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, નગ્ન અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો.યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં યુવતીની હત્યા થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવતી અમદાવાદ શાહીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. પોલીસ એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ કરી રહી છે. હાલ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *