ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈ સહિત સંબંધિત વિભાગોના કર્મયોગીઓ તથા જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લામાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા માટે વિવિધ રૂટ અને સમય નક્કી કરવામાં આવ્યા છે.

નડિયાદ તાલુકામાં 14 ઓગસ્ટે સવારે 10:30 કલાકે આડીનાર ચોકડીથી અંલિન્દ્રા પંચાયત સુધી, ખેડા તાલુકામાં 13 ઓગસ્ટે સવારે 10:30 કલાકે હરિયાળા ગામથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી તથા વસો તાલુકામાં 14 ઓગસ્ટે સવારે 10:00 કલાકે સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલથી સરદાર સાહેબની પ્રતિમા સુધી યાત્રા યોજાશે.

મહેમદાબાદ તાલુકામાં 11 ઓગસ્ટે સવારે 9:00 કલાકે નાયરા પેટ્રોલપંપથી વડનગર થઈ ગ્રામ પંચાયત સુધી, માતર તાલુકામાં 12 ઓગસ્ટે સવારે 10:00 કલાકે એન.સી. પરીખ હાઈસ્કૂલથી ગાંધી આશ્રમ સુધી, મહુધા તાલુકામાં 14 ઓગસ્ટે સાંજે 5:00 કલાકે નાની ખડોલથી મોટી ખડોલ સુધી અને ઠાસરા તાલુકામાં 13 ઓગસ્ટે બપોરે 12:30 કલાકે ધી. જે. એમ. દેસાઈથી વિવિધ મુખ્ય માર્ગો થઈ ભડીયાદેવ એપીએમસી, ઠાસરા સુધી તિરંગા યાત્રા યોજાશે.ગળતેશ્વર તાલુકામાં 12 ઓગસ્ટે સવારે 10:00 કલાકે સી.બી. પટેલ હાઈસ્કૂલથી રોગહરણી માતાનું મંદિર, સરદાર પટેલ પ્રતિમા, બસ સ્ટેશન થઈ તાલુકા પંચાયત સુધી, કપડવંજ તાલુકામાં સવારે 9:30 કલાકે અંતિસર સરદાર પટેલ પ્રતિમાથી મહાકાળી હોટલ સુધી,

કઠલાલ તાલુકામાં સવારે 10:00 કલાકે અનારા ગામતળથી હાઈવે સુધી તથા ફાગવેલ તાલુકામાં બપોરે 2:30 કલાકે પ્રાથમિક શાળા-હાઈવેથી ભાથીજી મંદિર થઈ પ્રાથમિક શાળા સુધી યાત્રા યોજાશે.આ ઉપરાંત નગરપાલિકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કણજરી ખાતે 12 ઓગસ્ટે બપોરે 4:00 કલાકે પ્રમુખ ચોકથી રેલવે સ્ટેશન, અંબાજી માતાનો ચોક, આઝાદ ચોક, ચોપાટ ચોક, નીલકંઠ મહાદેવ થઈ સ્વામિનારાયણ મંદિર સુધી યાત્રા યોજાશે.

મહેમદાબાદ શહેરમાં 12 ઓગસ્ટે સવારે 9:30 કલાકે શેઠ જે.એસ. સોનાવાલા હાઈસ્કૂલથી શહેરના વિવિધ વિસ્તારો થઈ પરત શેઠ જે.એસ. સોનાવાલા મંદિર સુધી, મહુધા શહેરમાં સવારે 10:00 કલાકે નગરપાલિકાથી રણછોડજી મંદિર સુધી અને કઠલાલ શહેરમાં સવારે 10:30 કલાકે શેઠ એમ.આર. હાઈસ્કૂલથી મુખ્ય બજાર થઈ સરદાર સાહેબની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાશે.ખેડા શહેર અને ચકલાસીમાં 13 ઓગસ્ટે સવારે 10:30 કલાકે અનુક્રમે H&D હાઈસ્કૂલથી મહારાણા પ્રતાપ સર્કલ તથા ચિંતલ ચોકડીથી ચકલાસી નગરપાલિકા સુધી યાત્રા યોજાશે.

ડાકોરમાં સવારે 9:30 કલાકે સરદાર પ્રતિમાથી ગાંધી પ્રતિમા, બોડાણા પ્રતિમા, ટાવર ચોક, વડા બજાર થઈ નગરપાલિકા સુધી તથા ઠાસરા શહેરમાં બપોરે 12:30 કલાકે ધી. જે. એમ. દેસાઈથી વિવિધ વિસ્તારો થઈ ભડીયાદેવ એપીએમસી સુધી તિરંગા યાત્રા યોજાશે.કપડવંજ શહેરમાં 13 ઓગસ્ટે બપોરે 4:00 કલાકે ગાંધીજી પ્રતિમાથી નગરપાલિકા, મીનાબજાર, કુબેરજી ચોકડી, ટાઉનહોલ થઈ પરત ગાંધીજી પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *