ખંભાતમાં પકડાયેલી ડ્રગ્સની ફેક્ટરીનું 50 કરોડની કિંમતનું કન્સાઇન્મેન્ટ ધોળકાના એસ્ટેટમાંથી મળ્યું.

ગુજરાત એટીએસની ટીમે ખંભાતના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદે અલ્પાઝોલમ બનાવતી ફેક્ટરી પાડી હતી અને ત્યાંથી રૂ. 107 કરોડની કિંમતનો 107 કિલો અલ્પાઝોલમનો જથ્થો તેમ જ અન્ય 2518 કિલો કેમિકલ સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી, જે પૈકી એક આરોપી રણજિત ડાભીના ધોળકામાં આવેલા ગોડાઉનમાં એટીએસે દરોડો પાડીને રૂ.50 લાખની કિંમતનો 500 કિલો ટ્રામાડોલનો જથ્થો પકડી પાડયો છે.

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં એટીએસની ટીમે દરોડો પાડયો હતો અને ત્યાંથી ઘેનની ગોળી બનાવવા માટે વપરાતા ગેરકાયદે કેમિકલનો જથ્થો પકડયો હતો. આ સાથે પોલીસે રણજિત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ,લાલજી મકવાણા અને જયદીપ ટ્રામાડોલનો જથ્થો છુપાવી મકવાણાની ધરપકડ કરી રાખ્યો હતો. આ બાતમીના આધારે એટીએસની ટીમે આરોપીઓની પૂછપરછમાં ત્યાં દરોડો પાડીને 500 કિલો પોલીસને જાણવા મળ્યું હતું ટ્રામાડોલનો જથ્થો તેમ જ કે, રણજિત ડાભીનું ધોળકાના 49,800 પેકિંગ બોક્સ અને દેવમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બોક્સ પેક કરવાના ફોઇલના ગોડાઉન આવેલું છે. ત્યાં રોલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *