અમેરિકાથી પાછા ધકેલાયેલા ‘ગુજરાતી’ઓના નિવેદન લેવાનું શરૂ: કાનુની કાર્યવાહી નહીં થાય

અમેરિકામાં ગેરકાયદે પહોંચેલા ગુજરાતના 33 લોકો વિરૃદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં કબુતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે.

જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે માત્ર નિવેદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગૃહવિભાગને રિપોર્ટ મોકલવામાં આવશે.ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા પહોંચેલા 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાવવાના મામલે રાજ્યના ગૃહવિભાગે કાયદાકીય કાર્યવાહી અનુસંધાનમાં મહત્વનો નિર્ણય લીધો છે. જેમા ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો વિરૃદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. આ લોકો જે એજન્ટોની મદદથી અમેરિકા પહોંચ્યા હતા. તે એજન્ટોના નેટવર્કની તમામ કડી મેળવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.

જે અનુસંધાનમાં પોલીસે 37 લોકોને તેમના વતન પર સલામત પહોંચતા કરવાની સાથે નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરી છે.જ્યારે કેટલાંક કિસ્સામાં તેમના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. આ માટે તમામ જિલ્લા પોલીસ વડાને તેમની લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. તમામ લોકોના નિવેદન નોંધાયા બાદ રિપોર્ટ તૈયાર કરીને ગૃહવિભાગને સોંપવામાં આવશે. જેના આધારે એજન્ટોના નેટવર્ક અંગે તપાસ કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *