અમદાવાદમાં મહિલા પોલીસે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી આરોપીને પકડયો

અમદાવાદના દાણીલીમડા પોલીસે ફરાર એક આરોપીને સોશિયલ મીડિયા અને વૈશ પલટો કરીને પકડી પાડ્યો છે. મહિલા પોલીસે આરોપી સાથે પહેલા સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લઈ તેની ધરપકડ કરી લીધી છે.

મહિલા પોલીસે બુરખો પહેરીને આરોપીને ફસાવીને પકડી પાડયો છે. તોસિફ શેખ નામનો આરોપી જૂન મહિનાથી બે ગુનામાં વોન્ટેડ હતો. જોકે પોલીસને માત્ર એટલી માહિતી હતી કે આરોપીનું નામ તોસિફ છે.પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ સફળતા મળતી નહોતી. ત્યારબાદ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈ આરોપીને પકડવામાં સફળતા મળી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે 15 જૂનના રોજ આરોપીએ પોતાના સાગરિત સાથે મળી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો. પરંતુ તેને માત્ર તૌફિક નામ છે એટલી માહિતી હતી. પોલીસે તપાસ કરતા તૌફિક શેખ છે અને દાણીલીમડામાં રહે છે તે માહિતી મળી હતી.

આરોપી ચાલાક હતો કે ઘરે પણ આવતો ન હતો જેથી મહિલા પોલીસે સોશિયલ મીડિયામાં એક આઈ.ડી બનાવીને તૌફિક સાથે મિત્રતા કરી અને વાતચીત ચાલુ કરી હતી. આરોપીને ખયાલ ન હતો કે આ મહિલા પોલીસ છે.આરોપીને રિવરફ્રન્ટ બોલાવીને મહિલા પોલીસે બુરખા ધારણ કરી તેને મળવા ગયેલ અને ત્યાં જઈને સમય ચાલાકીથી આરોપીને પકડી પાડેલ. નોંધનીય છે કે આરોપી સામે અગાઉ 14 ગુનાઓ દાખલ થયેલ છે જેમાં ખંડણી, મારામારી સહિત જેલ તોડી ભાગવા જેવા ગુનાઓ છે. પોલીસે આરોપીને પકડી હાલ વધુ તપાસ શરૂ કરી છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *