અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને તોડવા પર રોક લગાવવા સુપ્રીમનો ઈન્કાર

અમદાવાદમાં 400 વર્ષ જૂની મંશા મસ્જિદને આંશિક ધ્વસ્ત કરવા સામે રોક લગાવવાની મસ્જિદ ટ્રસ્ટની માંગ સુપ્રીમકોર્ટે ફગાવી ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. મસ્જીદ પાસેનો રસ્તો પહોળો કરવાની યોજના અંતર્ગત મસ્જીદનો આંશિક ધ્વસ્ત થવાનો આ મામલો હતો.

આદેશમાં સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટમાં રજુ દલીલો અને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી સ્થિતિ મુજબ, મસ્જિદના કેટલાક ભાગને રસ્તો પહોળો કરવામાં ધ્વસ્ત કરવામાં આવી રહ્યો છે અને મુખ્ય રચનાને છેડવામાં નથી આવી, એટલે અમને આ મામલે વચગાળાના આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી દેખાતું, ખાસ કરીને મંદિર, વાણિજિયક અને આવાસીય સંપતિ પણ રસ્તો પહોળો કરવા માટે ધ્વસ્ત કરાઈ રહી છે.

કોર્ટ મસ્જીદ ટ્રસ્ટની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં હાઈકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં સાબરમતી રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો પહોળો કરવા માટે મસ્જીદ પરીસરના એક ભાગને ધ્વસ્ત કરવાની મંજુરી અપાઈ હતી.ગુજરાત હાઈકોર્ટે 3 ઓકટોબર 2025ના અમદાવાદ નગર નિગમને મસ્જીદ પાસે આંશિક ધ્વસ્તીકરણ રોકવાનો ઈન્કાર કર્યો હતો. આજે મસ્જીદ ટ્રસ્ટ તરફથી એડવોકેટ વારિષા ફરાસતે દાવો કર્યો હતો કે મસ્જીદ પુરી રીતે સુરક્ષિત નહીં રહે અને તેમણે મસ્જીદ 400 વર્ષ જૂની હોવા પર જોર દીધું હતું.

જસ્ટીસ સુર્યકાંતે કહ્યું હતું કે માર્ગનું પહોળું કરવું સંપૂર્ણ શહેરના હિતમાં છે. મસ્જીદ પુરી રીતે સુરક્ષિત છે. જસ્ટીસે વધુમાં કહ્યું હતું કે રસ્તો પહોળો કરવા એક મંદિર અને વાણિજયીક સ્થાન અને આવાસીય સ્થળ પણ ધ્વસ્ત કરાયા છે, અને ધ્યાન આપો કે આ કોઈ વળતર આપ્યા વિના ધ્વસ્ત કરાયું, પણ તમારી મસ્જીદ એક ખુલુ સ્થાન અને પ્લેટફોર્મ છે. જસ્ટીસ સુર્યકાંતે કહ્યું હતું- વળતર માટે વકફ બોર્ડે પોતાના અધિકાર સાબીત કરવો પડશે અને તે વળતરનું હકદાર હશે તો મળશે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *