અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું મોત, 49 સેકન્ડમાં માસુમ ઢળી પડી.

અમદાવાદના થલતેજમાં આવેલ ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી 8 વર્ષની ગાર્ગી રાણપરા નામની બાળકીનું મોત થયું છે. સવારે 8 વાગ્યે સીડી ચઢ્યા બાદ છાતીમાં દુખાવો થયો અને તે લોબીની ચેર પર જ બેસી ગઈ હતી. જે બાદ થોડા સમય પછી તે તરત જ તે ત્યાં જ ઢળી પડી હતી. જોકે શાળાના શિક્ષકોને વિશે જાણ થતા જ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી અને ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. મોતનું પ્રાથમિક કારણ કાર્ડિયાક એરેસ્ટ થયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીનાં વાલી હાલ મુંબઈ છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ-સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. બાળકીના મોતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 8 વર્ષની બાળકી 49 સેકન્ડમાં જ મોતને ભેટે છે.

કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેનાં દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેનાં માતા-પિતા હાલમાં મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *