અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવના ‘ધ વિશ સ્પા’માં ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો,

પોલીસે આપેલી માહિતી અનુસાર, પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા આ સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી જેના આધારે એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એક પ્લાન બનાવ્યો હતો. પોલીસે એક ડમી ગ્રાહક બનાવીને સ્પાની અંદર મોકલ્યો. આ દરમિયાન એક મહિલાને વધુ સેવાઓ માટે ઓફર કરવામાં આવી અને પૈસા માંગવામાં આવ્યા ત્યારે તરત જ ડમી ગ્રાહકે ઈશારો કર્યો અને બહાર ઉભેલી પોલીસે દરોડો પાડ્યો.

સ્પામાં દરોડા સમયે પોલીસને અનેક ચોંકાવનારી વિગતોનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ સ્પા ચલાવતા 30 વર્ષીય ભૂપેન્દ્ર રાજપૂતની અટકાયત કરવામાં આવી. તે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર ચલાવતો હતો. આ સ્પામાં 5 મહિલાઓ કામ કરતી. આરોપી બહારથી મહિલાઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો અને ગ્રાહક દીઠ કમિશન આપવામાં આવતું હતું તેવો ઘટસ્ફોટ થયો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સ્પામાં કુલ 12 રૂમ બનાવાયા હતા જેમાં 10 મસાજ રૂમ, એક સ્ટાફ રૂમ અને એક વેઈટિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ રૂમોનો ઉપયોગ અનૈતિક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ (PITA Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *