અમદાવાદ શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર પોલીસ નો દરોડો

શહેરના સરખેજ મહંમદપુરા રોડ પર સરખેજ પોલીસે ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને પ્રતિબંધિત નિકોટીનના ફ્લેવરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ખાસ ગ્રાહકોને હુક્કાબારમાં બોલાવીને તેમને નિકોટીનનો હુકકો આપવામાં આવતો હતો. પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી હતી કે હુક્કાબાર પરમીશન વિના ચલાવવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરખેજ મહંમદપુરા રોડ પર એસ જી હાઇવે નજીક બુ્રરોસ્ટ કેફેમાં ગેરકાયદે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાની માહિતી સરખેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે રાતના સમયે દરોડો પાડયો હતો. જેમાં પોલીસને સ્થળ પરથી તપાસ કરતા કેફેમાં ખાસ બનાવવામાં આવેલી જગ્યા પરથી નિકોટીનની અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે કેફેના સંચાલક જસ્ટીન પરેરા ( ઇસાની પાર્ક સોસાયટી, આણંદ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે મહિને ૫૦ હજાર રૂપિયાના ભાડેથી ચલાવતો હતો. આ સાથે કેફેમાં ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ ચાવડા, હમીદ અને વિનય તિવારી નામના વ્યક્તિઓની ભાગીદારી હતી. આ અંગે વધુ માહિતી આપતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ જણાવ્યું કે હુક્કાબાર પરવાનગી વિના ધમધમતુ હતું. ત્યારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

  • Related Posts

    જેલમાં બંધ રાજપાલ યાદવની મદદે આવ્યા બોલીવુડના આ સ્ટાર્સ, સોનુ સૂદથી લઈ ગુરમીત ચૌધરી કરશે મદદ

    બોલીવુડમાં કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત રાજપાલ યાદવ લાંબા સમયથી એક વિવાદને કારણે ચર્ચામાં છે. ચેક બાઉન્સનો કેસ ખૂબ જ આગળ વધી ગયો છે. આ કેસમાં અભિનેતાને 2018 માં છ મહિનાની…

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *