અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે

અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે,અમદાવાદમાં અલગ-અલગ ૩૨ ગાડી AI કેમેરા સાથે અને ૨૮ પોલીસકર્મીઓ રોડ પર AI કેમેરા સાથે જોવા મળશે..આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો આપશે.હેલ્મેટ, ત્રણ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે.

શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હેલ્મેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ દ્વારા AI બેઝડ ડેશકેમ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૨૮ જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે.

મોબાઈલ શરૂ કરતા જ ઓટોમેટિક નિયમ ભંગ કરનારને મેમો આપવામાં આવશે.શહેરના તમામ વિસ્તારમાં ડેશકેમ વાળી ગાડી અને AI કેમેરા સાથે પોલીસકર્મીઓ જોવા મળશે.AIએ બેઝડ કેમેરાવાળી ગાડી જ્યારે કાર્યરત હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે.આ કેમેરામાં જે પણ વાહનચાલકો હેલ્મેટ વિના, રોંગ સાઈડમાં વાહનચલાવતા અને ત્રણ સવારીમાં વાહન ચલાવતા રેકોર્ડ થશે તો તે વીડિયોમાંથી AI દ્વારા ઓટોમેટિક નિયમોના ભંગ બદલ ફોટો ક્લિક થશે, તે ફોટો કંટ્રોલ રૂમને મળશે. કંટ્રોલ રૂમ દ્વારા ખરેખરનિયમોનો ભંગ કર્યો છે કે કેમ ? તે વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ વાહનચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અનેદંડની રકમ સાથે મેમો મળશે.દિવસ દરમિયાન નિયમનો ભંગ કરનાર વાહનચાલકને સાંજ સુધીમાં મેમો મળશે. આ મેમો વાહન માલિકના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજથી મળશે.

પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ ઘટશે.

સામાન્ય રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રોડ પર લોકોને નિયમ ભંગ બદલ દંડવામાં આવી રહ્યા હોય છે, ત્યારે અનેક વખત પોલીસ સાથે લોકો બોલાચાલી કરતા હોય છે. પોલીસ પર આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હોય છે. ત્યારે હવે AI બેઝડ કેમેરાથી મેમો મળશે, ત્યારે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે. પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે.

  • Related Posts

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *