અમદાવાદ પોલીસને જ પોલીસ બની છેતરવાનો પ્રયાસ કરાયો

અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણાના PSI તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ સરકારી તંત્રને ભ્રમિત કરી પોલીસની ફરજમાં કાવટ લાવવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના 17 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, બપોરે 12 થી રાત્રે 8 વાગ્યાની શિફ્ટ દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન તરફથી એક શંકાસ્પદ કોલ અંગેની પ્રાથમિક જાણકારી મળી હતી.

ત્યારબાદ તુરંત જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSO ડેસ્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય PSI રાઠોડ, મહેસાણા તરીકે આપ્યો હતો.શરૂઆતમાં આદેશ માનીને PCR વાહન ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે ફરીથી કોલ્સ આવ્યા ત્યારે તેની વાતચીતની પદ્ધતિને કારણે પોલીસ કર્મચારીઓને શંકા ગઈ હતી.

આ બાબતે જ્યારે મહેસાણા પોલીસનો સંપર્ક કરીને ખરાઈ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે મહેસાણામાં જે-તે મોબાઈલ નંબર ધરાવતા PSI રાઠોડ નામના કોઈ અધિકારી ફરજ બજાવતા જ નથી.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *