પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને ‘ભારત કુમાર’ તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.આ ઉપરાંત તેઓ ભરત કુમાર તરીકે ઓળખાય છે. આ અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું.

24 જુલાઈ 1939ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર બધા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત હતા. મનોજ કુમારે માત્ર અભિનય જ કર્યો ન હતો. પરંતુ શહીદ , ઉપકાર, પૂરબ ઔર પશ્વિમ અને રોટી કપડા ઔર મકાન સહિત અનેક દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમને તેમના કરિયરમાં મોટાભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે.આ ઉપરાંત તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન પણ કર્યું છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *