શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો

શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો અને ખાલી બોટલો પણ મળી આવી હતી.

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાહપુરમાંથી બનાવટી વિદેશીદારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો.શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી બી ખાંભલાના સ્ટાફને બાતમી મળી હતી કે શાહપુર હલીમની પટ્ટી નજીક આવેલા રેંવતદાસ ખડકીમા રહેતો રીકી બરોલા (જૈન) વિદેશી દારૂનો વેપલો કરે છે. જેના આધારે પીએસઆઈ ડી જી ભાટીયા અને તેમના સ્ટાફે દરોડો પાડયો ત્યારે તે ચોંકી ઉઠયા હતા.પોલીસને રીકીના ઘરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો અને તેલના ડબ્બામાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ ૪૯ બોટલ દારૂ મળી આવ્યો હતો.શાહપુરમાંથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે યુવકને ઝડપી લીધો.આ અંગે પુછપરછ પોલીસને જાણવા મળ્યું હતું રીકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને તે દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરીને બોટલમાં પેક કરીને વેચાણ કરતો હતો. આ અંગે પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાંક કેમીકલ ઉમેરતો હોય શકે છે. જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈને તપાસ માટે એફએસએલમાં મોકલવી આપવામાં આવ્યા છે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *