હિટ એન્ડ રન કેસમાં પોલીસે 150થી વધુ CCTV તપાસ્યા બાદ કારચાલક મહિલાને ઘરેથી ઝડપી

શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગત ગુરુવારે બંદોબસ્તમાંથી પરત ફરી રહી હતી ત્યારે કારચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું. હિટ એન્ડ રનના આ કેસમાં ટ્રાફિક પોલીસને સફળતા મળી નહોતી પરંતુ 150થી વધુ CCTV અને 200થી વધુ વાહનો તપાસ્યા બાદ ઝોન-2 એલસીબીએ કારચાલક મહિલાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર જરૂરી જગ્યાએ CCTV ન હોવાથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં દિવસો લાગ્યા છે.

બહેરામપુરામાં રહેતા અને ખાડિયા પોલીસ સ્ટેશનના 28 વર્ષીય કોન્સ્ટેબલ શારદાબેન ડાભી ગત ગુરુવારે બંદોબસ્ત પૂર્ણ કરીને રિવરફ્રન્ટ બગીચા પાસેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી કારે એક્ટિવાને ટક્કર મારી હતી. રોડ પર પટકાયેલા શારદાબેન પર કાર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ત્યારે રિવરફ્રન્ટ પર CCTV ન હોવાથી કઈ કારથી અકસ્માત થયો તે પોલીસ જાણી શકી નહોતી. તેવામાં ઝોન-2 એલસીબીએ 150થી વધુ કેમેરા અને 200થી વધુ વાહનો તપાસ્યા બાદ 37 વર્ષીય સૃષ્ટિબેન માલુસરે (રહે. ઇસનપુર)ની મહિલા કારચાલકની ધરપકડ કરી છે.

પોલીસે સૃષ્ટિબેન માલુસરેની પૂછપરછ કરતા તે ઘરકામ કરે છે અને તેમના પતિ વટવા જીઆઇડીસીમાં કામ કરતા હોવાની કબૂલાત કરી છે. ઘટનાના દિવસે તે સંબંધીને એરપોર્ટ પર મૂકીને પરત ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તે ગાડીમાંથી ઉતર્યા હતા અને બાદમાં ગભરાઇને ઘરે જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.

  • Related Posts

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *