અમદાવાદના ગોતા વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદીઓ માટે શહેરમાં નવું નજરાણું આવી રહ્યું છે. શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક આવી રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો છે. બે વર્ષમાં આ નવો પાર્ક અમદાવાદીઓને ભેટ કરાશે.

ફલાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદમાં એક એવુ ગાર્ડન આકાર પામી રહ્યું છે, જેમાં કાયમી અનોખા પ્રકારના ફુલછોડ જોવા મળશે. અમદાવાદના SG હાઈવે ઉપર ગોતા વિસ્તારમાં 80 ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે. આ ગાર્ડન યુનિક પ્રકારનો રહેશે. જે કમળના આકારમાં બનાવવામાં આવનાર છે. તેની ખાસિયત એ છે કે, દેશના તમામ રાજ્યોના ખાસ ફુલો અહી એક જ જગ્યાએ જોવા મળશે. આ લોટસ ગાર્ડન અનેક ખાસિયતોથી ભરપૂર રહેશે.

થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં લોટસ પાર્કનો પ્રોજેક્ટ મૂકાયો હતો. ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે દેવસીટી પાસે ટી.પી.સ્કીમ.-૨૯ના ફાઈનલ પ્લોટ-૪ ખાતે લોટસપાર્ક ડેવલપ કરવાનુ આયોજન આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા છે.

આ ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી થીમ ઉપર વિકસાવાશે. લેન્ડ સ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા તથા પાર્કિંગ વ્યવસ્થા સાથે આ પ્રોજેકટ તૈયાર થશે. જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ હશે. આ દરેક પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *