આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા

આણંદ:15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યાત્રાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, NCC કેડેટ્સ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે.

તારાપુરમાં ભવ્ય તિરંગા યાત્રા

તારાપુર તાલુકા મથકે યોજાયેલી તિરંગા યાત્રાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબીસિંહ રાજપુતની આગેવાની હેઠળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રામાં જોડાઈ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. તારાપુર નગરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં સ્થાનિક નાગરિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

સારસામાં પણ દેશભક્તિનો માહોલ

આણંદ તાલુકાની તિરંગા યાત્રાનું આયોજન ઐતિહાસિક સારસા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આણંદ ગ્રામ્યના મામલતદાર વિજયરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સારસાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં તિરંગો લઈને જોડાયેલા લોકોના કારણે સમગ્ર સારસા ગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.

NCC કેડેટ્સ અને યુવાનોની વિશેષ સહભાગીદારી

જિલ્લામાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓમાં યુવા શક્તિનો પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ શાળા-કોલેજોના NCC કેડેટ્સ, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો યાત્રામાં જોડાયા હતા.તિરંગા યાત્રાઓ માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનું માધ્યમ બની રહી છે.

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આણંદ બન્યું તિરંગામય

આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના કારણે સમગ્ર જિલ્લો તિરંગામય બની રહ્યો છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાઈ રહેલા આ કાર્યક્રમોથી ગામેગામ દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે.આગામી 15મી ઓગસ્ટ સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાવાના છે. જેના પગલે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની કર્તવ્યભાવના વધુ મજબૂત બની રહી છે.

  • Related Posts

    ઉંદેલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી

    આણંદ: રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે ખંભાત તાલુકાના ઉંદેલ ખાતે મહિલા અને બાળ આરોગ્ય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા…

    ખેડા જિલ્લામાં તિરંગા યાત્રાના રૂટ જાહેર

    ખેડા: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *