વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું : કેજરીવાલના પ્રહાર

ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત બદલાવ ઈચ્છે છે અને રાજયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટીનો દેખાવ સારો રહેશે.

બે વર્ષ બાદ રાજયમાં જે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. કેજરીવાલે હાલની પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખુદ વડાપ્રધાને સંસદમાં કહ્યું છે કે દેશ સંકટમાં છે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો છે.પરંતુ હું પુછવા માંગુ છું કે વડાપ્રધાને ઈઝરાયેલ જવાની જરૂર શું હતી?

ઈરાન આપણુ સારૂ મીત્ર હતું ત્યાંથી ક્રુડતેલ ગેસ બધુ મળતુ હતું. નેતન્યાહૂને ગલે લગાડીને આપણે ઈરાનને દુશ્મન બનાવી દીધુ અને દેશમાં સંકટ પેદા કર્યુ તે માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે.વડાપ્રધાને ખુદ સંસદમાં જે વકતવ્ય આપ્યુ તેનાથી લોકોમાં એક ગભરાટ સર્જાયો છે તે આપણે જોઈ શકીએ છીએ.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *