અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જવાનો પ્લાન છે તો, આ સમાચાર ખાસ વાંચી લો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો

અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો મોડી સાંજથી શહેરના રસ્તાઓ ઉપર ઉતરશે. ત્યારે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસે ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કયા કયા રસ્તાઓ બંધ છે અને તેના વૈકલ્પિક રૂટ કયા છે તે જણાવ્યું છે.

અમદાવાદ પોલીસના હજારો જવાનો શહેરમાં ખડેપગે રહીને શહેરની વ્યવસ્થા અને સુરક્ષાનું ધ્યાન રાખશે. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે લોકો મોડી સાંજથી શહેરના રસ્તાઓ ઉપર ઉતરશે. ત્યારે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસે ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કયા કયા રસ્તાઓ બંધ છે અને તેના વૈકલ્પિક રૂટ કયા છે તે જણાવ્યું છે.

થર્ટીફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદમાં આ છે હોટસ્પોટ

અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડની સાથે સાથે એસજી હાઈવે પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે.

C G રોડ રુટ બંધ

31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 3 વાગ્યા સુધી સીજી રોડ તમામ વાહનો માટે બંધ રહેશે.

સી.જી. રોડ પર બંને બાજુ સાંજે 6 વાગ્યાથી પાર્કિંગ બંધ રહેશે.

સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા

ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ

મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ ડ્રિક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ

નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા

સિંધુ ભવન રોડ, રુટ બંધ

ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો માર્ગ રાત્રે 8થી 3 સુધી તમામ વાહનો માટે બંધ.

સિંધુ ભવન રોડ – વૈકલ્પિક રૂટ

• ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલીબારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાયલાઈન

• ઝાઝરમાન ચાર રસ્તાથી બાગબાન ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ શિલજ સર્કલ

એસજી હાઈવે- રુટ બંધ

• એસ.જી. હાઈવે પર રાત્રે 8થી 3 વાગ્યા સુધી પેસેન્જર વાહનો સિવાયના માલવાહક વાહનો પર પ્રતિબંધ

એસ.જી. હાઈવે- વૈકલ્પિક રૂટ

• વૈકલ્પિક માર્ગ તરીકે માલવાહક વાહનોએ એસપી રિંગરોડનો ઉપયોગ કરવાનો રહેશે.

• પકવાન ચાર રસ્તાથી આણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અને સર્વિસ રોડ પર સાંજે 7થી રાત્રે 3 વાગ્યા સુધી વાહન પાર્કિંગ પર પ્રતિબંધ

• નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઈસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર ખાનગી બસના પાર્કિંગ પર પ્રતિબંધ

અમદાવાદ પોલીસનો કડક બંદોબસ્ત

થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિ પૂર્ણ રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 9000 થી વધુ અધિકારીઓ અને પોલીસ જવાનો ખડે પગે રહેશે. જેમાં 5 જેસીપી, 16 ડીસીપી, 28 એસીપી, 115 પોલીસ ઈન્સ્પેક્ટર, 9000 પોલીક કર્મચારી, 71 શી ટીમ, 9 ક્વીક રીસ્પોન્સ ટીમ, 4 બીડીડીએસ ટીમનો કાફલો તૈનાત કરાયો છે.

બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *