ક્રિસમસ-નવા વર્ષે ‘ગ્રીન ફટાકડા’ જ ફોડી શકાશે: 35 મીનીટની મર્યાદા: જાહેર રસ્તા પર મનાઈ

નાતાલ પર્વ એ ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણીનો વાર્ષિક તહેવાર જે 25મી ડિસેમ્બરનાં રોજ વિશ્વભરમાં ઉજવાઈ છે. આગામી ગુરુવારે 25મી ડિસેમ્બરે ગુજરાત રાજયભરના શહેરો- ગ્રામ્ય વિસ્તારોમાં થનાર ઉજવણી દરમિયાન રાત્રીના આતશબાજી થતી હોય અમદાવાદ પોલીસ કમિશ્ર્નરે પ્રદુષણ અને ધુમાડો ફેલાવતા ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી સુપ્રીમ કોર્ટની માન્યતા પ્રાપ્ત માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે તેવો આદેશ ફરમાવ્યો છે.

અમદાવાદ મહાનગરમાં દર વર્ષે નાતાલ પર્વમાં અનેકવિધ ખ્રિસ્ત સંસ્થાઓ, અંગ્રેજી શાળાઓ અને શાળા આસપાસ તેમજ સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી પ્રદુષણ સાથે ધ્વની પ્રદુષણ ફેલાવતા હોય તે બાબતોને ધ્યાને લઈ આ વર્ષે અમદાવાદ પોલીસ કમિશ્ર્નર દ્વારા માત્ર 35 મીનીટ જ ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તેવુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાશે. ધાર્મિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર માર્ગ, સ્કુલ આસપાસના 100 મીટર સાયલન્ટ ઝોન જાહેર કર્યા છે.

આ પ્રકારના સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડી શકાશે નહી. સુપ્રીમકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે તે પણ માત્ર 35 મીનીટ જ ફોડી શકાશે. જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *