અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યા: લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો પછી…..

પોલીસ ઈન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પીઆઈ હાલમાં ગાંધીનગર કંટ્રોલરુમમાં ફરજ બજાવે છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતાં, ત્યારે એક યુવતી પણ સાથે હતી લિફ્ટ બંધ થતા જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યા હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી તે સમયે બીજા વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો.યુવતી એ 181 પર ફોન કર્યો હતો.અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *