ગુજરાતમાં ઠંડીનો વધ્યો ચમકારો, 10.5 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર

રાજ્યભરમાં ઉત્તરીય પવનોની અસરના કારણે તાપમાનનો પારો ઝડપથી નીચે ગગડ્યો છે, જેના પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાતા લોકોએ ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો લગભગ અઢી ડિગ્રી જેટલો ગગડ્યો છે, જેના કારણે દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કરતાં 3.2 ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તો તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે, જેનાથી ત્યાં કડકડતી ઠંડી પડી રહી છે.

માઉન્ટ આબુ: અહીં લઘુત્તમ તાપમાન ગગડીને માઈનસ 2.5 ડિગ્રી નોંધાયું હતું.ગુરુશિખર: ગુરુશિખર પર તો તાપમાન માઈનસ 3 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.બરફના થર: માઈનસ તાપમાનને કારણે પ્રખ્યાત નકી લેકમાં બરફના થર જામી ગયા હતા અને પોલોગ્રાઉન્ડ સહિતના ખુલ્લા વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *