ટીકુ તલસાણીયા, માનસી પારેખ, પ્રેમ ગઢવી, જેસલ જાડેજાના ફિલ્મ પ્રમોશન માટે જોખમી સ્ટંટ : ગુનો દાખલ

રાજયમાં છાશવારે જાહેર માર્ગોમાં વિવિધ વાહનો સાથે જોખમી સ્ટંટ કરનારાઓનાં વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે નીકળેલ સ્ટારકાસ્ટ ભાન ભુલી વાહનોમાં જોખમી સ્ટંટ કરતા પોલીસે ગુન્હો નોંધી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજે ગુજરાતી ફિલ્મ `મિસરી’ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. જેને લઈને ફિલ્મનાં સ્ટારકાસ્ટ માનસી પારેખ, ટીકુ તલસાણીયા, રોનક કામદાર અને અન્યો બાઈક, જીપમાં સ્ટંટ કરતાં હોવાના વિડીયો વાયરલ થતા અમદાવાદ પોલીસે દોડી જઈ સ્ટંટ કરનાર સ્ટારકાસ્ટ અભિનેતા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પી.આઈ. એન.એ.દેસાઈનાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની પરમીશન વિના સાયન્સ સીટી વિસ્તારમાં બાઈક, જીપ સહીતનાં વાહનો નં.જી.જે.24 એ.એ.1225 અને જી.જે.01 એ 1121 માં ફિલ્મી કલાકારો ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી, જેસલ જાડેજા સામે એમવીએકટ મુજબ ગુન્હો નોધવામાં આવ્યો છે.

નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખ બાઈકની પાછળ સવાર હોય તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહિં થાય. આ બનાવમાં પોલીસે મિસરી ફિલ્મનાં પ્રોડયુસર સંજય સોનીનું નિવેદન લીધુ છે. જાહેર રોડ પર સ્ટંટબાજી કરનાર બાઈક રાઈટર જેસલ જાડેજા સામે કાર્યવાહી થશે.સાયન્સ સીટી વિસ્તારમાં ફિલ્મ `મિસરી’ના પ્રમોશન માટે કલાકાર સહ કલાકારોએ પરમીશન વગર જાહેરમાં વાહનો ઉપર સ્ટંટ કરતાં પોલીસે કાયદાના ભંગ બદલ ગુન્હો નોંધતા ચકચાર જાગી છે.

  • Related Posts

    અમદાવાદમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના!કાર ચાલકે બાઇકને ટક્કર મારી, બાઇક બોનેટમાં ફસાયેલી હોવા છતાં ઢસેડતા જ ફરાર!

    અમદાવાદમાં એક કાર બોનેટમાં મોટરસાઇકલ ફસાઈને ઘણા અંતર સુધી દોડતી રહી. ત્યારબાદ ડ્રાઇવરે વાહન રોક્યું અને ખૂબ જ મુશ્કેલીથી કારમાંથી બાઇકને કાઢી હતી. ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસ…

    વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું : કેજરીવાલના પ્રહાર

    ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *