જો તમે દિવસમાં ઓછામાં ઓછા 15 મિનિટ ચાલો તો હૃદય તંદુરસ્ત રહેશે

દિવસમાં 10,000 ડગલાં ચાલવું સામાન્ય રીતે હૃદયની તંદુરસ્તી માટે આદર્શ માનવામાં આવે છે, પરંતુ નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે દિવસભરમાં થોડું થોડું ચાલવા કરતાં એક સાથે લાંબુ ચાલવું વધુ ફાયદાકારક છે.સંશોધકોનું કહેવું છે કે, તમે કેટલું ચાલો છો તે મહત્વનું નથી, તમે કેવી રીતે ચાલો છો તે મહત્વનું છે. એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલાં સંશોધન મુજબ, જે લોકો ઓછી કસરત કરે છે પણ દિવસમાં ઓછામાં ઓછી 15 મિનિટ અટક્યા વિના ચાલે છે, તો તેમનું હૃદય સ્વસ્થ રહે છે.

આ 1,500 ડગલાંને બરાબર છે. યુકેમાં 40 થી 79 વર્ષની વયનાં 33,560 પુખ્ત વયનાં લોકો પર નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમણે સરેરાશ 8,000 ડગલાં ચાલ્યા હતાં. સહભાગીઓને તેમના ચાલવાના સમયગાળાના આધારે ચાર જૂથોમાં વહેંચવામાં આવ્યાં હતાં.જેમાં 5 મિનિટથી ઓછું ચાલવાવાળા 43 ટકા, 5 થી 10 મીનીટ ચાલવાવાળા 33.5 ટકા, 10 થી 15 મીનીટ ચાલવાવાળા 15.5 ટકા અને 15 મિનિટ અથવા વધુ ચાલવાવાળા 8 ટકા લોકો હતાં.

દરરોજ 5,000 થી ઓછા ડગલા પૂરતાં છે યુનિવર્સિટી ઓફ સિડની અને સ્પેનની યુનિવર્સિટી યુરોપિયાના સંશોધકોએ આઠ વર્ષ સુધી આ લોકોના સ્વાસ્થ્ય પર નજર રાખી હતી. પરિણામ એ આવ્યું કે જે લોકો લાંબા અંતર સુધી ચાલે છે તેમને હૃદય રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું હોવાનું જાણવા મળ્યું હતું. જે લોકો દિવસમાં 5,000 ડગલાથી ઓછું ચાલે છે તેમને પણ લાંબા સમય સુધી સતત ચાલતાં હોય તો હૃદય રોગ અને અકાળ મૃત્યુનું જોખમ ઓછું હોય છે.

  • Related Posts

    દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

    ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

    શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

    શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *