બોપલના ઝેફાયર ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો: 20ની અટકાયત, મોટાભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝેફાયર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂની પાર્ટી પર ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડીને 20 વ્યક્તિઓની અટકાયત કરી છે. ‘એન્યુઅલ પાર્ટી એન્ડ ગેટ-ટુગેધર’ના નામે આયોજિત આ પાર્ટીમાં NRI અને વિદેશી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા.

પોલીસને બાતમી મળી હતી કે ઝેફાયર ફાર્મ હાઉસમાં વિદેશી નાગરિકોની હાજરીમાં દારૂ અને હૂક્કાની મહેફિલ યોજાવાની છે. આ બાતમીના આધારે બોપલ પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમોએ ખાનગી ઓપરેશન હાથ ધર્યું હતું.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે, પાર્ટીના પાસ વૉટ્સએપ ગ્રૂપ દ્વારા વેચાતા હતા. પોલીસે આ જ માર્ગનો ઉપયોગ કરીને પાસ ખરીદી, પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો અને મોડી રાત્રે દરોડો પાડ્યો. આ પાર્ટી રાત્રે 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી. પોલીસે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી આ કાર્યવાહી ચલાવી.

વિદેશી નાગરિકોની સંડોવણી

અટકાયત કરાયેલા 20 વ્યક્તિઓમાંથી મોટાભાગના આફ્રિકા અને કેન્યાના નાગરિકો છે, જેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહે છે અને શહેરની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે. પોલીસે પુષ્ટિ કરી કે આમાંથી મોટાભાગના ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. સંબંધિત યુનિવર્સિટીઓને લેખિતમાં જાણ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પાર્ટીનું આયોજન કેન્યાના નાગરિક જોન દ્વારા કરવામાં આવ્યું હતું. પાર્ટીને મ્યુઝિક અને લાઇટ શોની થીમ સાથે ‘એન્યુઅલ ગેટ-ટુગેધર’ના નામે યોજવામાં આવી હતી.

સામાન્ય પાસ ₹2500

અર્લીબર્ડ’ ₹700

ડાયમંડ કેટેગરી’ ₹25,000

પોલીસે 20 વ્યક્તિઓની અટકાયત કરી, જેમાં આયોજકો, ફાર્મ હાઉસના માલિક અને દારૂ સપ્લાય કરનારાઓનો સમાવેશ છે.

ઘટનાસ્થળે 70-80 લોકો હાજર હતા. પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતાં 15 લોકો નશામાં મળ્યા. 51 દારૂની બોટલો સહિત ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. હૂક્કાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલાયા છે, જેથી નશાકારક પદાર્થની હાજરીની ચકાસણી થઈ શકે.તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમો અને કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધાઈ, કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *