સુરતમાં ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે

ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી નકલી PSI પકડાયો છે. DCP શેફાલી બરવાલની નજર પડતા નકલી PSI પકડાયો છે. પોલીસે નકલી PSI બનીને ફરતા યુવરાજ રાઠોડને પકડ્યો છે. ગ્રાઉન્ડમાં બંધ વોકીટોકી લઈને નકલી PSI ફરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં નકલી PSI હીરા વેપારીનો પુત્ર નીકળ્યો છે.

મોબાઈલમાંથી મળ્યા સેલિબ્રિટી, પોલીસ અધિકારીઓ સાથેના ફોટો તથા ગરબા ગ્રાઉન્ડમાં VIP ગેટમાંથી પ્રવેશ કર્યો હતો. તેમજ અસલી PSIની જેમ જ પહેરવેશ અને મૂછો રાખી શેખી મારતો હતો. પોલીસના હાથે પકડાઈ જતા હાથ જોડી માફી માગવા લાગ્યો હતો. નવરાત્રિના ઉત્સવમાં ડુમસના YPD ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી. હીરાના વેપારીનો પુત્ર યુવરાજ રાઠોડ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે રજૂ કરી ગરબા ગ્રાઉન્ડમાં VIP ગેટથી પ્રવેશ કર્યો હતો. પરંતુ ઝોન-7ના ડીસીપી શેફાલી બરવાલની સતર્ક નજરે તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને આખી ડ્રામેબાજીનો અંત આવ્યો.

પોલીસની તપાસમાં ખુલ્યું કે યુવરાજ છેલ્લા બે દિવસથી આ રીતે નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરતો હતો. વડોદરામાં તેના સંબંધીઓ પોલીસમાં હોવાથી તેને પોલીસના વર્તન અને કામગીરી અંગે થોડી ઓળખાણ હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો. જોકે સમગ્ર મામલે ડીસીપી શેફાલી બરવાલ સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે હાજર હતા ત્યારે યુવરાજના શંકાસ્પદ વર્તન પર તેમની નજર પડી. પૂછપરછ કર્યા બાદ તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને તરત જ પોલીસ ટીમે તેની ધરપકડ કરી લીધી. બાદમાં આયોજકની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે.

  • Related Posts

    હવામાં ‘મોરે મોરો’ જેવી સ્થિતિ, બે વિમાન સામસામે આવ્યા.

    અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું.…

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *