નાળિયેરમાં સીધી સ્ટ્રો રાખીને પાણી કયારેય ન પીવું જોઈએ !

નારિયેળ પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગનાં લોકો નાળિયેરમાં સીધા સ્ટ્રો મૂકીને પાણી પીવે છે.જો કે આમ કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે.નાળિયેરની અંદર ફૂગ હોય શકે છે, જે લોકોને બીમાર કરી શકે છે.

લોકો રસ્તાની બાજુમાં નાળિયેરનાં સ્ટોલ પર નાળિયેરનું પાણી પીએ છે.મોટાભાગનાં લોકો નાળિયેર કાપીને સીધાં સ્ટ્રો મૂકીને પાણી પીવે છે.લોકો માને છે કે સ્ટ્રોમાંથી નાળિયેર પાણી પીવું વધુ ફાયદાકારક હોઈ શકે છે.

પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે, લોકોએ નાળિયેરમાં સ્ટ્રો નાખીને સીધું નાળિયેર પાણી ન પીવું જોઈએ. હવે સવાલ એ થાય છે કે, નાળિયેર પાણી સીધું સ્ટ્રો મૂકીને કેમ ન પીવું જોઈએ? આખરે, તે સ્વાસ્થ્યને શું નુકસાન પહોંચાડે છે? આવો જાણીએ આ વિશે ડાયટિશિયન પાસેથી વિસ્તારથી… નવી દિલ્હીની પીએસઆરઆઈ હોસ્પિટલની સિનિયર ડાયેટિશિયન પૂનમ દુનેજાએ જણાવ્યું હતું કે લોકોએ રસ્તાની બાજુમાં સ્ટ્રો લઈને ઊભાં રહીને નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ. તેના બદલે નારિયેળને કાપીને એક ગ્લાસ પાણીમાં કાઢી લો અને પછી તેને ગાળીને પીવું જોઈએ.

વાસ્તવમાં ઘણાં નારિયેળની અંદર ખતરનાક ફંગસ હોય છે અને સ્ટ્રો નાખીને નારિયેળ પાણી પીવાથી તે ફંગસ લોકોનાં શરીરમાં પહોંચી શકે છે. આ ગંભીર એલર્જી, શ્વસન સમસ્યાઓ અને ચેપનું કારણ બની શકે છે. ઘણાં કિસ્સાઓમાં, નાળિયેરની ફૂગથી મૃત્યુ પણ થઈ શકે છે. માટે લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ડાયટિશિયને કહ્યું કે નારિયેળ પાણી હંમેશાં ગ્લાસમાં કાઢીને તેને ફિલ્ટર કરીને પીવું જોઈએ. તેનાથી નારિયેળની અંદર જમા થયેલી ગંદકી દૂર થશે અને જો કોઈ ફંગસ હશે તો તે પણ દેખાશે. નારિયેળમાં જો તમને ફંગસ કે કોઈ ગંદકી દેખાય તો તેનું પાણી ન પીવું. આ વાત નાની લાગે છે.

પરંતુ તે લોકોનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. નાળિયેર પાણી પીવું ખૂબ ફાયદાકારક છે અને તે શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બનાવવામાં મદદ કરે છે. જો કે, તેનું સેવન કરતી વખતે બેદરકારી ન રાખવી જોઈએ.

  • Related Posts

    હેલ્થ એલર્ટ: નિયમિત કસરત છતાં કલાકો સુધી બેસી રહેવાથી વધી શકે છે કેન્સરનો ખતરો

    આજના સમયમાં ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય માટે રોજ સવારે જીમ જાય છે, યોગ કરે છે અથવા વોકિંગ કરે છે. પરંતુ જો દિવસનો મોટો ભાગ 8થી 10 કલાક સુધી સતત ખુરશી…

    સારો મૂડ અને સંતુલિત ભોજન: વજન ઘટાડવાનો સરળ રસ્તો

    નવી દિલ્હી : હસી-ખુશી અને સ્મિત સાથે ભોજન કરવાથી માત્ર આનંદ જ નથી મળતો, પરંતુ તે તમારા વજનને પણ નિયંત્રિત રાખે છે. મિશિગન યુનિવર્સિટીનો તાજેતરનો અભ્યાસ જણાવે છે કે ભોજન…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *