અમદાવાદ ગ્રામ્ય એસ.પી.કચેરીમાં પ્રવેશતા બે નકલી અધિકારી સહિત ચાર ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સરકારી અધિકારીઓ તરીકે ઢોંગ કરતા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આ વ્યક્તિઓ રાષ્ટ્રીય પ્રતીક, અશોક સ્તંભવાળા ઓળખપત્રો ધરાવતા હતા અને કેન્દ્ર સરકારના એક નિકાય સાથે સંકળાયેલા હોવાનો ખોટો દાવો કરતા હતા.

આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) કાર્યાલયમાં એક કથિત તપાસ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ તરીકે રજૂ થઈને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યા હતા. બાદમાં તેમને વધુ તપાસ માટે સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

મકરબા ખાતે SOG માં ફરજ બજાવતા ASI મનુભાઈ વાજુભાઈ જાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ઘટના 3 જૂન 2025 ના રોજ આશરે બપોરે 2:45 વાગ્યે બની હતી.

આરોપીઓ, જેમાં મયુર સિંહ મુખ્ય હતો.કાર્યાલયમાં પોતાની ઓળખ “નેશનલ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન કમિશન” (NCIC ફાઉન્ડેશન) નામની સંસ્થામાંથી હોવાનું આપીને “લોકોની સેવા કરવા” આવ્યા હોવાનો દાવો કર્યો હતો.

તેમની શંકાસ્પદ વર્તણૂકને કારણે પોલીસ કર્મચારીઓએ તેમની પૂછપરછ કરી અને તેમના આઇકાર્ડની તપાસ કરી. આ દરમિયાન જયેશ પ્રવીણચંદ્ર ગજ્જર, ઉત્સવ વિષ્ણુભાઈ પંચાલ, પ્રિતમસિંહ રામદાસ પ્રજાપતિ, અને પ્રવીણભાઈ ગેલાજી ઠાકોરે “નેશનલ જોઈન્ટ ડિરેક્ટર”, “નેશનલ ડિરેક્ટર”, અને “નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ” ના હોદ્દા દર્શાવતા ID કાર્ડ રજૂ કર્યા હતા.જેમાં અશોક સ્તંભ અને રાષ્ટ્રીય ચિહ્નોનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તેમના આઇકાર્ડમાં ભારત સરકારના MSME મંત્રાલય અને oint Director’, ‘National Director’, ‘Vice President’ જેવા પોસ્ટ દર્શાવવામાં આવી છે.

પોલીસની આકરી પૂછપરછ આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ પંજાબ સ્થિત રૂમનગર એક ખાનગી સંસ્થા સાથે સંકળાયેલા હતા અને સરકારી કર્મચારીઓ નથી. રાષ્ટ્રીય પ્રતીક અને ખોટા હોદ્દાઓના તેમના ઉપયોગને ભારતીય દંડ સંહિતાની કલમ 205 હેઠળ ગંભીર ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *