14 પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘુસી ગયા છે : 34 માનવબોમ્બ ગોઠવાયા છે.ગણપતિ વિસર્જન સમયે જ મુંબઈને 400 કિલો વિસ્ફોટકોથી ઉડાવવા ધમકી

મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવ હવે અંતિમ તબકકામાં છે અને આવતીકાલે વિસર્જનનો પણ પ્રારંભ થઈ જશે તો ત્યારબાદ આવતીકાલે તા.6 સપ્ટેમ્બરના રાજયમાં અનેક વિસ્તારોમાં અનંત ચતુરર્દશીની ઉજવણી થનાર છે. ભગવાન વિષ્ણુના એક સ્વરૂપને પણ સમર્પીત છે. તે સમયે ગણપતિ વિસર્જનની ધૂમ સમગ્ર મહારાષ્ટ્રમાં હશે તે સમયે મુંબઈ પોલીસને મળેલા એક ધમકીભર્યા સંદેશમાં મહાનગરમાં 400 કિલો આરડીએકસ ઘુસાડી દેવાયુ છે.

સમગ્ર મુંબઈને વિસ્ફોટોથી હચમચાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના વોટસએપ ગ્રુપમાં મળેલી આ ધમકીમાં દાવો કરાયો છે કે 34 ગાડીઓમાં માનવ બોમ્બ ગોઠવાઈ ગયા છે અને ગણપતિ વિસર્જન સમયે જ આ વિસ્ફોટ સાથે પોતાને લશ્કર એ જેહાદી તરીકે ઓળખાવતા સંગઠને એવો પણ નિર્દેશ આપ્યો કે 14 પાકિસ્તાની આતંકી ભારતમાં ઘુસી ચુકયા છે.

તેની સાથે 400 કિલો આરડીએકસથી મુંબઈમાં વિસ્ફોટની હારમાળા કરાવાશે. જેના કારણે 1 કરોડ લોકોને જીવન જશે. આ ધમકીના પગલે મુંબઈમાં પોલીસ પુરેપુરી રીતે એલર્ટ થઈ ગઈ છે. હાલમાં જ અહી મરાઠા આંદોલન સલામત રીતે પુરુ કરાયા બાદ પોલીસ માટે હવે ગણપતિ વિસર્જનમાં પણ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ તૈયારીઓ થઈ રહી છે તે સમયે જ મળેલા આ ધમકીભર્યા સંદેશથી પોલીસની પરેશાની વધી ગઈ છે અને 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટની યાદ તાજા થઈ છે.

જો કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે મુંબઈમાં વિસ્ફોટની ધમકીઓ મળી હતી પરંતુ તે પોકળ પુરવાર થઈ હતી. આ અંગે સમગ્ર મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દિલ્હીથી પણ પરીસ્થિતિનું મોનેટરીંગ થઈ રહ્યું છે. હજુ સોમવારે જ સતાવાળાઓએ બોમ્બની બોગસ ધમકી આપનાર 43 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

રૂપેશ મધુકર નામના આ વ્યક્તિએ થાણે ડિસ્ટ્રીકટ રેલ્વે સ્ટેશનોમાં બોમ્બ ગોઠવાયાની ધમકી આપી હતી અને ખોટો ભય ઉભો કર્યો હતો. આજે મળેલી ધમકીમાં જો કે ત્રાસવાદી સંગઠનનું નામ અને પાકિસ્તાનથી ત્રાસવાદીઓ ઘુસ્યા છે તેવી પણ માહિતી અપાતા જ પોલીસ તેને ગંભીરતાથી લઈ રહી છે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *