બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી ચર્ચામાં — અયોધ્યામાં વધુ જમીન ખરીદી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અયોધ્યામાં જમીન ખરીદી છે. રામમંદિરથી 6 કિલોમીટર દુર માઝા તિહુરામાં તેમણે આ જમીન ખરીદી છે. શુક્રવારે અમિતાભ બચ્ચન તરફથી તેનું રજીસ્ટ્રેશન કરાવાયું છે. એક રિયલ એસ્ટેટ કંપનીએ તેમને 10617 વર્ગ મીટર જમીન 25 કરોડ રૂપિયામાં વેચી છે.અમિતાભ બચ્ચન તરફથી સબરજીસ્ટ્રાર કાર્યાલયમાં પાવર ઓફ એટર્ની રાજેશ ઋષિદેવ યાદવે હસ્તાક્ષર કર્યા. જયારે વિક્રેતા કંપની તરફથી અધિકૃત પ્રતિનિધિ પવન શારદાએ રજીસ્ટ્રી કરી.

ઈન્ચાર્જ સબ રજીસ્ટ્રાર મસ્તરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જમીન 25 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદાઈ છે. જમીનના આ સોદા માટે એક કરોડ 76 લાખ 40 હજાર સ્ટેમ્પ ડયુટી જમા કરાઈ છે.રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ 2024માં આ જમીન માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.

  • Related Posts

    જૂન મહિનામાં આ દિવસથી શરૂ થાય છે ઘાતક ‘મૃત્યુ પંચક’! ભૂલથી પણ ના કરતા આ 5 કાર્યો, નહીં તો વધી શકે મુશ્કેલીઓ

    પંચક’ દર મહિને આવે છે અને તેના દરેક દિવસને અશુભ માનવામાં આવે છે. આ જૂન માસમાં ‘મૃત્યુ પંચક’ લાગી રહ્યું છે, આ સમયને હાનિકારક અને કષ્ટદાયક માનવામાં આવે છે. જ્યારે…

    દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ.

    દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ ઈન્ડિયા-આફ્રિકા સમિટને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિટમાં 10 થી વધુ દેશોના વડાઓ ભાગ લેવાના હતા, પરંતુ અચાનક પરિસ્થિતિઓને કારણે કાર્યક્રમ રદ કરાયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *