નેપાળના નવા PMના પતિએ એક સમયે વિમાનનું અપહરણ કર્યુ હતુ.

નેપાળ હિંસાની વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં આવ્યું છે, તે નામ છે સુશીલા કાર્કી… નેપાળના પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીના ગાયબ થયા બાદ સુશીલા કાર્કીનું નામ નેપાળના વચગાળાના પ્રમુખ તરીકે સામે આવ્યું છે.

11 જૂલાઈ 2016ના રોજ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનેલા સુશીલાએ પોતાના એક વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ સાહસી નિર્ણયો લીધા હતા, જેના કારણે દેશના લોકોની નજરમાં તેઓ નાયિકા બની ગયા. પણ આ વિડંબના નહીં તો બીજું શું કહીએ કે તે એમની પત્ની છે, જે 1973માં પ્લેન હાઈજેકમાં સામેલ હતા અને આ પ્લેનમાં બોલિવૂડની સુંદર એક્ટ્રેસ માલા સિન્હા પણ બેઠી હતી.

માલા સિન્હા હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર એક્ટ્રેસમાંથી એક રહી છે. તે એક સમયે એવી ઘટનામાંથી પસાર થઈ હતી, જે કોઈ બોલિવૂડ સીનથી કમ નહોતો. વર્ષ 1973નું અને જગ્યા હતી નેપાળની. રોયલ નેપાળ એરલાઈન્સનું વિમાન બિરાટનગરથી કાઠમંડુ જઈ રહ્યું હતું, જેમાં માલા સિન્હા પણ બેઠા હતા.

અચાનક આ વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે આ હાઈજેકિંગ પાછળ કોઈ આતંકી નહીં, પણ નેપાળી કોંગે્રસના યુવા નેતા દુર્ગા પ્રસાદ સુબેદી હતા.

હકીકતમાં જોઈએ તો, 10 જૂન, 1973ના રોજ વિરાટનગરથી કાઠમંડુ જતી વખતે રોયલ નેપાલ એરલાઈન્સના એક વિમાનને હાઈજેક કરી લેવામાં આવ્યું હતું, આ વિમાનમાં 19 મુસાફરો બેઠા હતા. આ 19 યાત્રીઓમાંથી એક એક્ટ્રેસ માલા સિન્હા પણ હતા. આ હાઈજેકિંગે ન ફક્ત નેપાળના રાજકારણ પણ બોલિવૂડની દુનિયામાં પણ સનસનાટી ફેલાવી દીધી હતી.

હાઈજેકનું મુખ્ય કારણ એ 30 લાખ રૂપિયા હતા, જે વિરાટનગરની બેન્કમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા. આ હાઈજેક તત્કાલિન પ્રધાનમંત્રી ગિરિજા પ્રસાદ કોઈરાલાના નેતૃત્વમાં થયા હતા, જે રાજાશાહી વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ માટે ધન એકઠું કરવા માગતા હતા.

વિમાનને બિહારથી ફોબ્ર્સગંજમાં ઉતારવામાં આવ્યું અને પૈસાને કારથી દાર્જિલિંગ લઈ જવામાં આવ્યા. સુબેદી અને બીજા અપહરણકર્તાઓને બાદમાં મુંબઈમાં ધરપકડ કર્યા અને 1975માં ઈમરજન્સી દરમ્યાન તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *