ડાયાબિટીસના દર્દીઓને રાહત : ઘાવને ભરવામાં મદદરૂપ દવાની શોધ

ન્યુયોર્ક (અમેરિકા):અહીંના સંશોધકોએ શરીરમાં ડાયાબિટીસથી થનાર નુકસાનને ઘટાડનાર એક નવી પધ્ધતિ શોધી છે. એનવાયયુ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રેઝ 406 આર નામનો એક નાનો અણુ યૌગિક શોધ્યો છે. આ યૌગિકથી બનેલી દવા ઘાવ જલદી ભરવા અને સોજાને ખતમ કરવામાં મદદ કરે છે. તેમનો દાવો છે કે આ નવું કમ્પાઉન્ડ બે હાનિકારક પ્રોટીનોને જોડવાથી રોકે છે. જેથી પેશી સુરક્ષિત રહે છે અને ઘાવ જલદી કરાય જાય છે.

ટાઈપ 1 અને 2 ડાયાબિટીસ માટે કારગત

સંશોધકો અનુસાર આ નવી દવા ટાઈપ 1 અને ટાઈપ 2 બન્ને પ્રકારના ડાયાબિટીસમાં કામ કરે છે. સામાન્ય દવાઓ સુગર ઘટાડે છે. પણ આ દવા નુકશાન પહોંચાડનારા તત્વોને જ બ્લોક કરે છે. આથી ડાયાબિટીસની જટિલતાના નવા રસ્તા ખુલે છે. આ સંશોધન સેલ કેમિકલ બાયોલોજી જર્નલમાં છવાય છે માનવ કોશિકાઓ અને ઉંદર પર ટેસ્ટના કમ્પાઉન્ડે ટાઈપ-1 અને ટાઈપ-2 ડાયાબિટીસની તરત અને લાંબા સમયની સમસ્યાને ઘણી ઘટાડી છે.

ડો. એન મેરી સ્મિટે કહ્યું હતું કે માનવ ટ્રાયલમાં આ દવા સફળ થઈ તો તેના ઘણા ફાયદા થશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ છે, જયારે પૂરી દુનિયામાં 60 કરોડ લોકો ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત પ્રિ-ડાયાબિટીઝ 13.6 કરોડ લોકો છે. જેમને ભવિષ્યમાં ડાયાબિટીસનો ખતરો છે.

  • Related Posts

    દુનિયામાં ધ્રૂમપાન કરતા ફાસ્ટ ફૂડ ખાવાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે.

    ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે દરેક પરિવારે ધ્યાન રાખવા જેવા છે. 11 ધોરણમાં ભણતી એક 16 વર્ષની અહાના શેખને ફાસ્ટ ફુડ ખાવની ટેવ પડી ગઇ હતી. અહાનાને…

    શાકાહારી ભોજનમાં વિટામીન બી-12 ની કમી સ્વાસ્થ્ય માટે ભારે 

    શાકાહારી ભોજનની થાળીમાં વિટામીન-બી-12 ની કમીથી લોકોને ભુલવાની સમસ્યા, ચિડિયાપણુ નસોમાં નબળાઈ અને અન્ય સ્વાસ્થ્ય પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આઈએમએસ, બીએચયુમાં હેમેટોલોજી કોન્ફરન્સમાં બહાર આવી છે.કેજીએમયુનાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *