અમદાવાદમાં વરસાદી પાણીમાં કરંટ લાગતા સ્કુટર સવાર યુવક-યુવતિના મોતઃ તંત્રની ઘોર બેદરકારી

અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી હતી. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી ખાતે બે લોકોના વીજકરંટના કારણે મોત નિપજ્યા હતા. હકીકતમાં આ વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ હતો. આ દરમિયાન એક દ્વિચક્રી વાહન પાણીમાંથી પસાર થયું કે, તુરંત કરંટ લાગતા વાહન પર બેઠેલા યુવક અને યુવતી બંને નીચે પટકાયા હતા. પાણીમાં કરંટ વધુ હોવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને ફાયર વિભાગને મદદ માટે બોલાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે ફાયર વિભાગે બંનેના મૃતદેહને કરંટવાળા પાણીમાંથી બહાર કાઢ્યા અને બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, દ્વિચક્રી વાહન જીજે-27 ડીડી 0314ના આધારે વાહન ચાલકની ઓળખ કરી તેમના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ વરસાદી પાણી રોડ પરથી ઓસર્યા નહતા અને આ પ્રકારે રોડ પરના વરસાદી પાણીના કરંટ કેવી રીતે આવ્યો તે વિશે તંત્ર સાવ અજાણ હતું.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *