અમદાવાદમાં પાલતુ શ્વાનનો બાળક ઉપર હિંસક હુમલો : શ્વાન માલિક સામે ફરિયાદ : ગુનો દાખલ

અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળક બિલ્ડિંગની નજીક રમી રહ્યું હતું. તે સમયે શ્વાનનો માલિક તેને સોસાયટીમાં ફેરવી રહ્યો હતો. અચાનક જ શ્વાને બાળક પર હુમલો કર્યો અને તેને બચકું ભરી લેતાં બાળક ઈજાગ્રસ્ત થયું હતું.આ ઘટના બાદ બાળકના પરિવારે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને શ્વાનના માલિક વિરુદ્ધ બેદરકારી બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે.

રામોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાલતું પ્રાણી પર યોગ્ય નિયંત્રણ ન રાખવા અને સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

  • Related Posts

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    ડાકોરમાં 130 ફૂડ વેપારીઓ માટે નિઃશુલ્ક ફૂડ સેફ્ટી ટ્રેનિંગ યોજાઈ

    નડિયાદ : ખેડા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ દ્વારા વિવિધ જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *