અમદાવાદમાં નશામાં ધૂત વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, ઔડીથી 5 વાહનોને ટક્કર મારી

અમદાવાદ શહેરમાં નબીરાઓનો આતંક વધ્યો. આંબલી બોપલ રોડ નબીરાએ સર્જ્યો અકસ્માત. ઓડી કાર ચાલકે 4થી 5 વાહનોને લીધા અડફેટે. નબીરાઓ અનેક બાઈકોને કચડ્યા. નશામાં ધૂત અને સિગારેટ પીને ચલાવી રહ્યો હતો કાર. ગુસ્સે થયેલા ટોળાએ કારચાલકને માર માર્યો.

અમદાવાદના આંબલી-બોપલ રોડ પર નશામાં ચૂર ઓડી ચાલકે 5-7 વાહનોને અડફેટે લીધા હતા. આટલું કર્યા બાદ પણ નબીરાના તેવર ઓછા થયા ન હતા. તેણે ગાડીમાં જ બેસીને લોકોની સામે સિગારેટના દમ માર્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું કે, તે ફુલ પીધેલો હતો’અકસ્માત સર્જનાર યુવકનું નામ ધન્ના શેઠ હોવાનું સામે આવ્યું છે. ઔડી ચાલક ધન્ના શેઠનું મૂળ નામ રિપલ મહેશભાઈ પંચાલ છે. ઔડી ચાલક ધન્ના શેઠ રિપલ અમદાવાદના બોડકદેવનો રહેવાસી છે. તેણે પોતાની ઓડી કાર નંબર GJ-18 BJ 6780 થી અકસ્માત સર્જ્યો હતો.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *