અમદાવાદમાં નશામાં ચૂર કારચાલકનું કારસ્તાન, રોડ પર આવેલા મંદિરમાં ઘૂસાડી દીધી કાર

અમદાવાદમાં મોડી રાત્રે દાણીલીમડા વિસ્તારમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં તેમજ રોડ પરના મંદિર સાથે અથડાતા મંદિર પણ ખંડિત કરી દીધુ હતું. ઘટનાની જાણ થતાં તુરંત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશામાં ધૂત પૂરપાટ ઝડપે આવતા કારચાલકે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો. કારચાલક ધવલરાજ ભુવનેતરે દાણીલીમડા સર્કલ પાસે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતાં. કાર એટલી સ્પીડમાં હતી કે, ડ્રાઇવર તેના પર કાબૂ ન મેળવી શક્યો અને ગાડી ફૂટપાથ પર ચઢી ગઈ. આ સિવાય રોડ પરના મંદિરે ગાડીની ટક્કર થતાં મંદિર પણ તૂટી ગયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા તુરંત જ નબીરાને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

નોંધનીય છે કે, સદ્નસીબે અકસ્માતમાં કોઈનું મોત નથી નિપજ્યું. તમામ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત સર્જનાર આરોપી સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    90 વર્ષના દાદાને લગ્નની આશા બતાવી 9 લાખની ઠગાઈ, 78 વર્ષના પુત્રએ પાસબુક માગતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા.

    જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી સાયબર ઠગાઈ અને ડિજિટલ બ્લેકમેલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ 90 વર્ષીય વૃદ્ધને લગ્ન કરાવી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવી, બાદમાં ખોટા કેસમાં ફસાવી…

    આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ, 700થી વધુ ટીમો મેદાનમાં

    આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બાદ સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. જિલ્લા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *