અમદાવાદ એરપોર્ટ પર 164 પ્રવાસીઓ સાથેના એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લઇ લેતા ઇન્ડિગોના અન્ય વિમાનની સામે જ આવી ગયું હતું. બન્ને વિમાનો વચ્ચે માત્ર 200 મીટરનું અંદર રહયું હતું. જો કે મોટી દુર્ઘટના ટળી હતી.ઇન્ડિગોનું મુંબઇ જતું વિમાન ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું તેવા સમયે એર ઇન્ડિયાના વિમાને ખોટો ટર્ન લઇ લીધો હતો. બંને વિમાનો 200 મીટરના અંતરે થંભી ગયા હતા. એટલે કોઇ નુકશાની કે અન્ય કોઇ દુર્ઘટના અટકી હતી.એર ઇન્ડિયાએ નિવેદનમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે મુંબઇથી આવેલી ફ્લાઇટે લેન્ડ થયા બાદ પાર્ક થતી વેળાએ ખોટો ટર્ન લઇ લીધો હતો. વિમાનને જો કે ફરી પાર્કિંગ સ્થળે લઇ જવાયું હતું.
મુસાફરોની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ થવાનો સવાલ નથી. નિયમનકારી તંત્રને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઇન્ડિગો દ્વારા એમ કહેવાયું છે કે મુંબઇની ફ્લાઇટ ટેકઓકની તૈયારી કરી રહ્યું હતું.જ્યારે એકાએક અન્ય વિમાને કોટો વળાંક લઇ લીધો હતો. જો કે, બંને વિમાનો સુરક્ષિત અંતરે થંભી ગયા આ પછી બીજુ વિમાન ખસેડી લેવાયું હતું અને ઇન્ડિગોનું વિમાન ઉડાન ભરી શક્યું હતું. આ ઘટનાક્રમથી ઉડાનમાં વિલંબ થયો હતો.





