માતર તાલુકાના મરાલા ગામે રૂ. 12 લાખના ખર્ચે નવીન આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત

ખેડા: ખેડા જિલ્લાના માતર તાલુકાના મરાલા ગામના ગાયત્રીનગર વિસ્તારમાં નવીન આંગણવાડી મકાનના નિર્માણ માટે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનની 25 વર્ષની જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત યાત્રાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ સેવાલક્ષી અને લોકભાગીદારી આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અંતર્ગત ખેડા જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘સેવા મારું યોગદાન’ની વિવિધ 25 સેવા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ અભિયાનના ભાગરૂપે ‘આંગણ ઉત્સવ’ પ્રવૃત્તિ અંતર્ગત મરાલા ગામમાં નવીન આંગણવાડી મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મકાન ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના વર્ષ 2025-26 હેઠળ રૂ. 12 લાખના ખર્ચે નિર્માણ પામશે.

બાળકોને પોષણ અને શિક્ષણની સુવિધાઓ મળશે.

આ પ્રસંગે ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવતા લાભો અંગે ઉપસ્થિત લોકોને વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે આંગણવાડીનું પોતાનું સુસજ્જ મકાન બનવાથી સ્થાનિક બાળકોને આનંદમય વાતાવરણમાં આંગણવાડીની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે. સાથે જ બાળકોને પોષણ અને શિક્ષણ સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ખાતમુહૂર્ત સમારોહમાં અગ્રણી જનકસિંહ ઝાલા, કલ્પેશભાઈ શર્મા, માતરના બાળ વિકાસ યોજના અધિકારી શિવાનીબેન ઠક્કર, મરાલા ગ્રામ પંચાયતનાં સરપંચ રીન્કુબેન સોલંકી સહિત મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.મરાલા ગામમાં નવીન આંગણવાડી મકાનના નિર્માણથી સ્થાનિક બાળકોને સુવિધાસભર વાતાવરણમાં પોષણ અને પ્રારંભિક શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

  • Related Posts

    નડિયાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બ્રહ્માકુમારી યુવાપ્રભાગની રાષ્ટ્રીય સેવા યોજનાનો વર્ચ્યુઅલ શુભારંભ

    ખેડા: બ્રહ્માકુમારી સંસ્થાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘નવદશકોત્સવ’ અંતર્ગત યુવાપ્રભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની યુવા સેવા યોજના ‘વિકસિત ભારત માટે યુવા – રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ’નો…

    નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે ત્યજી ન દેવા જાહેર જનતાને અપીલ

    નડિયાદ : નડિયાદ શહેરમાં આજે વહેલી સવારે માતૃછાયા અનાથ આશ્રમના મુખ્ય દરવાજા બહારથી એક નવજાત શિશુ મળી આવતાં ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, બાળ કલ્યાણ સમિતિ તથા જિલ્લા બાળ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *