ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી, હાઇકોર્ટે ફગાવી દીધી આ અરજી

અમદાવાદના ચર્ચિત ઈસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓ વધુ વધી છે. ગુરુવારે ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી છે. જેમાં તેના પર લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ હવે તથ્ય પટેલ સામે ગંભીર કલમ યથાવત રહેશે અને દોષી ઠેરવાય તો તેને મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.

નોંધનીય છે કે, હાઇકોર્ટે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મોટો રાહતભર્યો નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલે પણ પોતાની વિરુદ્ધ લાગેલી ‘સાપરાધ મનુષ્યવધ’ની કલમ દૂર કરવાની અરજી કરી હતી, જેને હાઇકોર્ટે મંજૂર કરી લીધી છે. આ નિર્ણય બાદ હવે પ્રજ્ઞેશ પટેલ પરની ગંભીર કલમ દૂર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત પછી તથ્ય પટેલ પર ગંભીર આરોપો મૂકાયા હતા.

  • Related Posts

    ભરઉનાળે ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું, અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી — દેશના 11 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી

    દેશ ફરી એકવાર વરસાદનું ભયંકર સ્વરૂપ જોઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 6 મે ના રોજ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 11 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં…

    અમદાવાદમાં 34 વર્ષ પહેલા થયેલી શબનમની હત્યાનો ચોંકાવનારો ખુલાસો, ‘ભૂત’ દેખાયું અને આરોપીઓ પકડાયા

    અમદાવાદના 1992માં થયેલી એક યુવતીની રહસ્યમય હત્યાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મુંબઈથી પ્રેમીને મળવા આવેલી ફરઝાનાની હત્યા કરી તેને ઘરમાં જ દાટી દેવામાં આવી હતી, જેનો ખુલાસો હવે થયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *