અમદાવાદ એરપોર્ટ પાસેની 13 ઈમારતોનું ડીમોલીશન થશે

અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં નડતરરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 13 નડતરરૂપ બિલ્ડિંગ હટાવાશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદની આસપાસ બિલ્ડીંગોની ઊંચાઈના ઉલ્લંઘનને રોકવા માટે કડક અમલીકરણ શરૂ કર્યું છે.

વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન નડતરમાં આવતી બિલ્ડિંગોના છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિયમો અનુસાર અનેક એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરાયા છે. આ સર્વે બાદ કેટલાક બાંધકામ અવરોધ મર્યાદાનું ઉલ્લંઘન કરતાં હોવાનું સામે આવેલ છે.

નવેમ્બર 2022 ની સમીક્ષા બાદ ડીજીસીએએએ જાન્યુઆરી 2024માં એરક્રાફ્ટ નિયમો 1994 હેઠળ એરપોર્ટની આસાપાસની 46 બિલ્ડિંગોના છેલ્લી વોર્નિંગ આપી છે, જેમાં 28 મકાન માલિકોએ આદેશનું પાલન કર્યું હતું.જ્યારે ચાર અપીલ હેઠળ છે અને એકને એરોનોટિકલ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે. અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન ક્રેશ બાદ એરપોર્ટ મેનેજમેન્ટે મ્યુનિ. કોર્પોરેશનને સ્થળની જાત ચકાસણી બાદ જ બિલ્ડીંગ યુઝ પરમીશન આપવા વિનંતી કરી છે. એકવાર ડીજીસીએએ એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ કોઈ બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ અવરોધરૂપ જાહેર કર્યા બાદ તોડી પાડવું ફરજિયાત છે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *