અમદાવાદની રિક્ષાઓને મળ્યો એક ખાસ નંબર, જાણો શું છે આ સ્ટિકરના ફાયદા

અમદાવાદમાં છેલ્લા 4-5 દિવસથી ઓટો રિક્ષા પર એક નંબર જોવા મળી રહ્યો છે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓટોરિક્ષા પર શેનો નંબર લગાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરને રિક્ષામાં બેસાડીને લૂંટ સહિતનાં અનેક ગુનાઓ વધી રહ્યા છે. જેને રોકવા માટે અમદાવાદ પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે.

અમદાવાદની આટોરિક્ષામાં કેમ લગાવવામાં આવ્યા સ્ટિકર?

અમદાવાદમાં આવેલી તમામ ઓટોરિક્ષાઓને એક નંબર આપી તેરિક્ષા ચાલકનું નામ,સરનામું, મોબાઈલ નંબર, માલિકનું નામ વિગતો મેળવી રિક્ષામાં સ્ટિકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો તમારે પણ ઓટોરિક્ષાનો ઉપયોગ મુસાફરી કરવા સમયે કરો છો તો તમારે પણ સ્ટિકર વરગની રિક્ષામાં બેસવાનું હવેથી ટાળવું જોઈએ. ઓટોરિક્ષામાં સ્ટિકર લગાવવાથી પોલીસને આંગળીનાં ટેરવે તે રિક્ષાચાલકની માહિતી મળી જાય છે. રિક્ષામાં આગળ અને પાછળની તરફ આ સ્ટિકર લગાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં રિક્ષા કે પછી રિક્ષાચાલક જે વિસ્તારનો હોય તે પોલીસ સ્ટેશનનું નામ અને તેની સાથે એક નંબર લખવામાં આવે છે. નંબરના આધારે પોલીસ રિક્ષા ચાલક અને માલિકનો તમામ ડેટા ભેગો કરે છે. જેના કારણે ક્યારે પણરિક્ષામાં ચોરી કે લૂંટનો બનાવ બને છે તો પોલીસ આ નંબરની મદદથી આરોપી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં રહો છો અને રિક્ષામાં મુસાફરી કરવાનું થાય છે તો તમારે સ્ટિકર લગાવેલી રિક્ષામાં જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *