વડાપ્રધાનના વતન વડનગરની મુલાકાતે:અક્ષયકુમાર

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અત્યારે ફિલ્મફેર એવોર્ડ માટે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અક્ષયે પ્રધાનમંત્રી મોદીના ગામ વડનગરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી. મુલાકાત પછી અક્ષયે મીડિયા સાથે વાત કરી અને મંદિરની મુલાકાત લીધા પછી પોતાની લાગણીઓ વ્યક્ત કરી.

અક્ષય હાલમાં પ્રિયદર્શન અને સૈફ અલી ખાન સાથે ફિલ્મ `હૈવન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેમણે પોતાના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને ગુજરાતની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગામ વડનગર પહોંચ્યા, ત્યારે તેમણે સૌપ્રથમ પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી. આ અભિનેતાએ પહેલી વાર પીએમ મોદીના ગામની મુલાકાત લીધી હતી.

અક્ષયે વાતચીતમાં કહ્યું કે તે ગુજરાત એવોર્ડ્સ નાઇટ માટે આવ્યો હતો. જ્યારે મને ખબર પડી કે હાટકેશ્વર મંદિર ખૂબ પ્રખ્યાત છે, ત્યારે મેં તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેણે આ વિશે ઘણી વાર સાંભળ્યું હતુ.તેણે મંદિરની અંદર કેટલીક અદ્ભુત વસ્તુઓ જોઈ. અભિનેતાએ સમજાવ્યું કે જ્યારે મંદિર શાંત થઈ જાય છે, ત્યારે ઓમ નમઃ શિવાયનો નાદ ધીમેથી સંભળાય છે. મંદિરના પૂજારીએ તેને કહ્યું કે ત્યાં હાજર શિવલિંગ પોતાની મેળે પ્રગટ થઈ ગયું છે.

અક્ષયે વધુમાં જણાવ્યું કે હાટકેશ્વર મંદિર પછી તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાતે ગયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. અભિનેતાએ વડનગરમાં નવા રિનોવેટ કરાયેલા પુરાતતીય મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *