ફ્લાઇટમાં જતા પહેલા જાણી લો આ નવા નિયમો: ભૂલથી પણ જૂના નિયમને ફોલો ન કરતા

જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ (Flight Luggage Rules) પર લાગુ થશે. પરંતુ આ નિયમમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ પેસેન્જરોને છૂટ આપવામાં આવી છે, જ્યાં તેમને 10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી છે.

10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી

બીસીએએસ એટલે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ હવાઈ યાત્રીઓ માટે હેન્ડ બેગના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમ્યાન વધતી ભીડને ઓછી કરવા માટે લાવવામાં આવ્યો છે. એરપોર્ટ સુરક્ષા જોનારા સેન્ટ્રલ ઈંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સે બીસીએએસ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, યાત્રી હવે હવાઈ જહાજમાં ફક્ત એક હેન્ડ બેગ લઈ જઈ શકશે. આ નિયમ તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર લાગૂ પડશે. જો આપની પાસે એકથી વધારે બેગ છે, તો તમારે તેને ચેક ઈન કરાવવું પડશે.

પ્રવાસીઓ માટે આ નવી માર્ગદર્શિકા

બેગની સાઈઝ અંગેના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. બેગની લંબાઈ 40 સેમી, પહોળાઈ 20 સેમી અને ઊંચાઈ 55 સેમીથી વધુ ન હોવી જોઈએ. બેગ કે જે નિર્દિષ્ટ મર્યાદા કરતા મોટી અથવા ભારે હોય તેને ચેક-ઇન કરવી આવશ્યક છે. એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે તેના સામાનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે.

પ્રવાસીઓ માટે આ નવી માર્ગદર્શિકા સમજવી અને તેનું પાલન કરવું હિતાવહ રહેશે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત વજન અથવા કદ કરતાં વધુ બેગ પર વધારાના ચાર્જ વસૂલવામાં આવશે. વિવિધ વર્ગના મુસાફરો માટે ચેક-ઇન લગેજ મર્યાદા પહેલાની જેમ જ રહે છે. મર્યાદા કરતાં વધુ સામાન વધારાની ફી વસૂલવામાં આવશે.

આ રહ્યા નવા નિયમો

નવા નિયમ અનુસાર, એક હેન્ડ બેગનો વજન 7 કિલોથી વધારે ન હોવો જોઈએ. આ નિયમ ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમી ક્લાસના યાત્રીઓ માટે છે. ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસના યાત્રી લગભગ 10 કિલો સુધી હેન્ડ બેગ લઈ જઈ શકશે. બેગનો આકાર પણ નક્કી કરવામાં આવ્યો છે. ઊંચાઈ 55 સેમી, લંબાઈ 40 સેમી અને પહોળાઈ 20 સેમીથી વધારે ન હોવી જોઈએ. કુલ મળીને બેગનું કુલ માપ 115 સેમીથી વધારે ન હોવું જોઈએ. જો આપના બેગ નક્કી કરેલી મર્યાદાથી ભારે હશે તો તમારે વધારે ચાર્જ આપવો પડશે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *