ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં શાળાઓ અને અન્ય સ્થળોએ બોમ્બ મુકવાની સતત મળી રહેલી ધમકી વચ્ચે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી.

હાઈકોર્ટના ઈ-મેલ પર આ ધમકી મળી હતી. જે અંગે તરત જ હાઈકોર્ટના રજીસ્ટ્રારે પોલીસને જાણ કરી હતી અને પોલીસની બોમ્બશોધક ટુકડીઓ તેમજ અન્ય સ્ટાફ હાઈકોર્ટમાં દોડી ગયો હતો તથા સર્વપ્રથમ હાઈકોર્ટમાં હાજર રહેલા અરજદારો, ધારાશાસ્ત્રીઓ તેમજ ન્યાયમૂર્તિઓને સલામત કરી દેવાયા હતા.

બાદમાં ડોગસ્કવોડ દ્વારા સમગ્ર હાઈકોર્ટની તલાશી લેવામાં આવી હતી. જો કે મોડેસુધી તપાસ થતા હજુ સુધી કોઈ બોમ્બ કે શંકાસ્પદ ચીજ મળી નથી.

ઝોન-1ના ઈન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, હાઈકોર્ટના ગેટ બંધ કરીને પુરા સંકુલની તલાશી લેવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડ દ્વારા પણ ત્યાં સતત વધારાના ફાયર ફાઈટર વગેરે ગોઠવવામાં આવ્યા છે અને જયાં સુધી સબસલામતનો સંદેશ મળી ન જાય ત્યાં સુધી હાઈકોર્ટનું કામકાજ બંધ રહેશે.

  • Related Posts

    ગુજરાતમાં સફેદ દૂધનો કાળો કારોબાર, યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

    સાબરકાંઠા જિલ્લામાં દૂધમાં ભેળસેળનું એક મોટું રેકેટ ઝડપાયું છે. છેલ્લા પાંચ વર્ષથી સેંકડો ગામડાઓમાં લોકોને ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય ખતરનાક રસાયણોનો ઉપયોગ કરીને બનાવટી દૂધ અને છાશ પીરસવામાં આવી રહી…

    સાણંદમાં વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારુ હુક્કા પાર્ટી પર પોલીસ ત્રાટકી, 81 યુવક-યુવતીઓ ઝડપાયા

    રાજ્યમાં પ્રાઈવેટ પાર્ટીમાં દારુની રેલમછેલ થવાનું સામાન્ય બની ગયું છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ નજીક સાણંદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ્સમાં ચાલતી હાઈ પ્રોફાઈલ પાર્ટી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *