આણંદના ગામડી ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી, પોષણ ચેમ્પિયન બાળકોનું સન્માન

આણંદ:આણંદ ઘટક-૨ના ગામડી સ્થિત વૃંદાવન સોસાયટી આંગણવાડી કેન્દ્ર ખાતે ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી આણંદ જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ ઝીલુભા સીંધાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોના પોષણ, માતાઓના સ્વાસ્થ્ય અને સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

પોષણ ચેમ્પિયન બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ ઝીલુભા સીંધાએ સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી લાભાર્થીઓને યોજનાકીય લાભો નિયમિતપણે મેળવવા અનુરોધ કર્યો હતો. તેમણે પોષણ અંગે જાગૃતિ લાવવા અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી થવા ગ્રામજનોને અપીલ કરી હતી.આ પ્રસંગે સીડીપીઓ દ્વારા ઉપસ્થિત કિશોરીઓ અને માતાઓને સ્વાસ્થ્યની જાળવણી, વ્યક્તિગત સ્વચ્છતા તથા પોષણક્ષમ આહાર અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાળકોના આરોગ્ય અને પોષણને પ્રાધાન્ય આપતાં ઉપસ્થિત બાળકોને તાજાં ફળો અને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હોય તેવા બાળકોને ‘પોષણ ચેમ્પિયન’ જાહેર કરી મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આંગણવાડી અને આશા કાર્યકરોનું સન્માન

ગ્રામ્ય સ્તરે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર આંગણવાડી કાર્યકર અને આશા કાર્યકર બહેનોની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ભાગરૂપે સગર્ભા અને ધાત્રી બહેનો તેમજ કિશોરીઓને મુખ્યમંત્રીશ્રીનો વિશેષ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી યોજના હેઠળ લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામ્ય સ્તરે કુપોષણ નાબૂદ કરવાના હેતુથી લાભાર્થીઓને પૌષ્ટિક આહારના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ તથા આરોગ્યની કાળજી રાખવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

મહાનુભાવો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં બાગ-બગીચા સમિતિના ચેરમેન રોહિતભાઈ વાઘેલા, વોર્ડ નંબર-૫નાં કોર્પોરેટર રંજનબેન વસાવા, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, આશા કાર્યકરો, ગ્રામજનો, કિશોરીઓ અને માતાઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    મહેમદાવાદના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

    મહેમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘જન સેવા થી રાષ્ટ્ર સેવા’ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન…

    નડિયાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બ્રહ્માકુમારી યુવાપ્રભાગની રાષ્ટ્રીય સેવા યોજનાનો વર્ચ્યુઅલ શુભારંભ

    ખેડા: બ્રહ્માકુમારી સંસ્થાની સ્થાપનાનાં 90 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘નવદશકોત્સવ’ અંતર્ગત યુવાપ્રભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની યુવા સેવા યોજના ‘વિકસિત ભારત માટે યુવા – રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિની જાગૃતિ’નો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *