અમદાવાદમાં વધુ એક બ્રિજ બન્યો જોખમી, 65 કરોડના ખર્ચે બનાવ્યો હતો બ્રિજ

અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાને લઈને ફરી એક વખત સવાલો ઊભા થયા છે. સુભાષબ્રીજ બાદ હવે ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા અરુણ જેટલી ઓવરબ્રીજમાં પણ ગંભીર ક્ષતિ જોવા મળી છે. બ્રિજના સ્પાન જોઇન્ટ માટે લગાવવામાં આવેલા સ્ક્રુ ખુલ્લા દેખાતા હોવાની માહિતી સામે આવી છે, જે વાહનચાલકો માટે મોટો ખતરો સર્જી શકે છે.

વાહનચાલકો જોખમમાં મુસાફરી

સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે બ્રિજ પરથી પસાર થતી વખતે અસમતલ સપાટી અને ખુલ્લા જોઇન્ટના કારણે વાહન હચમચી જાય છે. આ સ્થિતિ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી ન તો બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને ન તો તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ છે. પરિણામે રોજિંદા હજારો વાહનચાલકો જોખમમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

  • Related Posts

    અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે

    ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે ત્યારે અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા…

    અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી

    અમદાવાદમાં ઘણા પેટ્રોલ પંપો પર પેટ્રોલ વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઓછામાં ઓછા 4 થી 5 પેટ્રોલ પંપો પર હાલમાં પેટ્રોલ મળી રહ્યું નથી. જોકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *